Add parallel Print Page Options

અરિમથાઇનો યૂસફ

(માથ. 27:57-61; માર્ક 15:42-47; યોહ. 19:38-42)

50-51 યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો. તેનું નામ યૂસફ હતું. તે એક સારો, અને ધર્મિક માણસ હતો. તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો. તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો. જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો. 52 યૂસફે પિલાત પાસે જઇને ઈસુનો દેહ માંગ્યો. પિલાતે યૂસફને શબ લેવાની હા પાડી. 53 તેથી યૂસફે વધસ્તંભ પરથી દેહ નીચે લાવીને લૂગડાંમાં વીંટાળ્યું. પછી તેણે ઈસુનું દેહ ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું. આ અગાઉ આ કબર કદી ઉપયોગમાં લેવાઇ ન હતી. 54 તે દિવસ સિદ્ધિકરણનો હતો. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે, વિશ્રામવાર શરૂ થયો હતો.

55 જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે આવી હતી તે યૂસફ પાસે ગઇ. તેઓએ કબર જોઈ. તેઓએ જ્યાં ઈસુનો દેહ મૂકવામાં આવ્યો હતો તે પણ જોયું. 56 પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.

વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ.

Read full chapter