Add parallel Print Page Options

ગાલીલમાં ઈસુનાં સેવા કાર્યો

(માર્ક 1:14-15; લૂ. 4:14-15)

12 ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી તે ગાલીલ પાછો ગયો. 13 તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો. 14 યશાયા પ્રબોધકે[a] જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ:

15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં,
    સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં,
    યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે.
16 જેઓ અંધકારમાં જીવતા હતાં.
    પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો;
તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી
    પર જીવે છે તેમના માટે આવ્યો છે.” (A)

17 ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો, તેણે કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે.”

Read full chapter

Footnotes

  1. 4:14 પ્રબોધક દેવને માટે બોલનાર વ્યક્તિ. કેટલીક વખત ભવિષ્યમાં શું થનાર છે તે બાબતો પણ પ્રબોધક કહેતો.